મેમાં GST કલેક્શન ૧.૯૪ લાખ કરોડ :૨૦% ઘટ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુન 2026  |   1980

મે ૨૦૨૬માં ૧.૯૪ લાખ કરોડ રૂપિયાનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન થયું. આ એપ્રિલના રેકોર્ડ ૨.૪૨ લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં ૨૦% ઓછું છે. જાેકે, ગયા વર્ષના સમાન સમયગાળા એટલે કે મે ૨૦૨૫ (૧.૮૮ લાખ કરોડ) કરતાં ૩.૨% વધુ છે. સરકારે આજે એટલે કે ૧ જૂને GST કલેક્શનના આંકડા જાહેર કર્યા. નાણા મંત્રાલય દ્વારા આજે ૧ જૂને જાહેર કરાયેલા આંકડા મુજબ, રિફંડ ઘટાડ્યા પછી મે મહિનામાં નેટ ય્જી્ રેવન્યુ ૩.૩% વધીને ૧.૬૭ લાખ કરોડ રૂપિયા રહ્યું, જે ગયા વર્ષે મે મહિનામાં ૧.૬૨ લાખ કરોડ રૂપિયા હતું. મે મહિનામાં ય્જી્ કલેક્શનની વૃદ્ધિ મુખ્યત્વે ઇમ્પોર્ટ (આયાત) પર આધારિત રહી. ઇમ્પોર્ટેડ ગુડ્સમાંથી થતી ગ્રોસ ય્જી્ રેવન્યુ વાર્ષિક ધોરણે ૧૯.૧% વધીને ૫૯,૬૫૪ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. જ્યારે, બીજી તરફ ઘરેલું ટ્રાન્ઝેક્શનમાંથી થતી ગ્રોસ ઘરેલું કમાણીમાં ૨.૬%નો ઘટાડો થયો અને તે ૧.૩૫ લાખ કરોડ રૂપિયા રહી.

નેટ બેસિસ પર જાેઈએ તો કસ્ટમ્સ (ઇમ્પોર્ટ) GST કલેક્શન ૧૯.૭% ઉછળીને ૪૯,૪૦૩ કરોડ રૂપિયા રહ્યું, જ્યારે નેટ ઘરેલું રેવન્યુ ૨.૩% ઘટીને ૧.૧૮ લાખ કરોડ રૂપિયા રહી ગયું.નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ (એફ રૂ.૨૭)ના પ્રથમ બે મહિના (એપ્રિલ અને મે)ને ભેગા કરીને કુલ ગ્રોસ GSTકલેક્શન ૬.૨% વધીને ૪.૩૭ લાખ કરોડ થઈ ગયું છે. તેવી જ રીતે, પ્રથમ બે મહિનામાં નેટ GST રેવન્યુ પણ ૫.૫%ની વૃદ્ધિ સાથે ૩.૭૮ લાખ કરોડ પર પહોંચી ગયું છે. GST કલેક્શનના મામલે અલગ-અલગ રાજ્યોમાં મિશ્ર વલણ જાેવા મળ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution