નીરવે બેંક ઓફ ઈન્ડિયાને ૧૦૦ કરોડ ચૂકવવા પડશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, જુન 2026  |   1881

ભારતમાંથી હજારો કરોડ રૂપિયા લઈને ભાગી ગયેલા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. નીરવ મોદીને મોટો ઝટકો આપતા, યુકેની એક કોર્ટે તેમને બેંક ઓફ ઈન્ડિયાને $10.7  મિલિયન (આશરે રૂ.૧૦૦ કરોડ) ની મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. લંડનની સર્કિટ કોમર્શિયલ કોર્ટના ન્યાયાધીશ સિમોન ટિંકલરે બેંકનો દાવો સંપૂર્ણપણે માન્ય અને ન્યાયી ગણાવ્યો છે. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં કેદ છે.આ વિવાદ ૨૦૧૨નો છે, જ્યારે બેંક ઓફ ઈન્ડિયાએ નીરવ મોદીની દુબઈ સ્થિત કંપની, ડાયમંડ FZE ને મોટી લોન આપી હતી. ઓગસ્ટ ૨૦૧૩ માં, નીરવ મોદીએ પોતે આ લોન માટે વ્યક્તિગત ગેરંટર તરીકે સહી કરી હતી, કોર્ટમાં, નીરવ મોદીએ વિચિત્ર દલીલ રજૂ કરી. તેમણે દાવો કર્યો કે આ બેંક નિયમ તેમને લાગુ પડતો નથી બેંકે ક્યારેય યોગ્ય રીતે પૈસાની માંગણી કરી નથી. ન્યાયાધીશ સિમોન ટિંકલરે નીરવના બધા બહાનાઓને ફગાવી દઇ કહ્યું કે મોદી બેંકને ૧ મિલિયન (આશરે રૂ.૩૮.૯ કરોડ) ની મૂળ રકમ અને વ્યક્તિગત ગેરંટી પર વસૂલવામાં આવેલ નોંધપાત્ર વ્યાજ ચૂકવવા માટે સંપૂર્ણપણે જવાબદાર છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution