અલ-નીનો અને ઇથેનોલથી ભારતમાં ખાંડનું સંકટ! 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, જુન 2026  |   3366

ભારત વિશ્વના અગ્રણી ખાંડ ઉત્પાદક દેશોમાં સ્થાન ધરાવે છે, પરંતુ આગામી વર્ષોમાં આ ચિત્ર બદલાઈ શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષે અલ-નીનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની આશંકા છે. આ સિવાય સરકારના ઇથેનોલ બ્લૅન્ડિંગ પ્રોગ્રામ પર વધતા ફોકસને લીધે પણ શેરડીનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ પરિસ્થિતિને જાેતાં આગામી ઓછામાં ઓછા ૩ વર્ષ સુધી ભારત પાસે મોટા પાયે નિકાસ કરવા માટે વધારાની ખાંડ ઉપલબ્ધ નહીં રહે.

ઉદ્યોગ જગતના આંકડા અનુસાર, ૨૦૨૫-૨૬ની સીઝનમાં ભારતનું ખાંડ ઉત્પાદન ઘટીને આશરે ૨.૭૯ કરોડ ટન રહેવાની ધારણા છે. તેની સામે દેશમાં દર વર્ષે ખાંડની ઘરઆંગણે વપરાશ ૨.૮૫ કરોડ ટન જેટલી થાય છે. એટલે કે દેશમાં ખાંડની જરૂરિયાત તેના ઉત્પાદન કરતાં વધુ રહેશે. આ તફાવતને કારણે ખાંડ મિલો પાસે બચેલો સ્ટોક ઘટીને માત્ર ૩૫ લાખ ટન આસપાસ રહી જશે, જે છેલ્લા કેટલાક દાયકાઓનું સૌથી નીચું સ્તર હશે.સરકાર ક્રૂડ ઓઇલના આયાત બિલને ઘટાડવા માટે પેટ્રોલિયમમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા પર ખાસ ભાર મૂકી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution