18, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2574 |
ટેન્ડર પ્રક્રિયામાં થર્ડ પાર્ટીને હવે નો એન્ટ્રી
નાના કામો બતાવી મોટા પ્રોજેક્ટ મેળવવાનો પ્રયાસ નહીં ચાલે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર નિયમોને વધુ કડક બનાવ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોજેક્ટ્સને સમયસર પૂરો કરવા, ખર્ચ ઘટાડવા અને કામની ગુણવત્તા શ્રેષ્ઠ બનાવવાનો છે. NHAIએ સ્પષ્ટ કહ્યું છે કે, જે કોન્ટ્રાક્ટરોને ખરેખર હાઈવે બનાવવાનો અનુભવ હશે, તેવા કોન્ટ્રાક્ટરોને જ મોટા પ્રોજેક્ટ માટે યોગ્ય ગણવામાં આવશે.
જોકે, અનેક વખત કોન્ટ્રાક્ટરો પોતાના નાના-મોટા કામોને સમાન કામગીરી બતાવીને પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવાનો પ્રયાસ કરતા હોય છે અને તેઓ ક્વોલિફાય પણ કરી લે છે. જોકે હવે નવા નિયમો મુજબ હવે એવા કોન્ટ્રાક્ટરોને પ્રોજેક્ટનું કામ આપવામાં આવશે, જેઓએ હાઈવેના વિકાસ કાર્યમાં જરૂરી મોટા ઘટનો પર કામ કર્યું હોય.
એનએચઆઈએ વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેમાં હવે કોઈપણ થર્ડ પાર્ટી પાસેથી બિડ અને પરફોર્મન્સ સિક્યુરિટી સ્વીકારવામાં આવશે નહીં. હવે બિડર અથવા તેમની એપ્રુવ યુનિટી બિડ અને સિક્યુરિટી જ માન્ય ગણાશે.