સાઉદી અને પાકિસ્તાન વચ્ચે NATO દેશો જેવી મોટી ડીલ
18, સપ્ટેમ્બર 2025 રિયાધ   |   1980   |  

 કોઈ એક પર એટેક બંને પર હુમલો ગણાશે

જ્યારથી ઈઝરાયલે કતાર પર હુમલો કર્યો છે ત્યારથી સમગ્ર મુસ્લિમ દેશોમાં ફફડાટની સ્થિતિ વચ્ચે ઈઝરાયલ સામે કાર્યવાહી કરવી એ પણ તેમની સામે એક મોટો પડકાર છે. ત્ચારે મુસ્લિમ દેશો એકજૂટ થઇને NATO જેવી સેના ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ દિશામાં સાઉદી અરબ પાકિસ્તાને સાથે મળીને એક મોટું પગલું ભર્યું છે.

મળતી વિગતો મુજબ પાકિસ્તાન અને સાઉદી અરબે એક મહત્વની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. જે કરારનું નામ સ્ટ્રેટજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ રખાયું છે. આ ડીલ હેઠળ નક્કી થયું છે કે જો કોઈ એક દેશ પર હુમલો થશે તો તે બંને દેશો પર હુમલો ગણાશે. આ સમજૂતી પાક. પીએમ શાહબાઝ શરીફની સાઉદીની યાત્રા દરમિયાન થઈ હતી.

સાઉદી અરબમાં અલ યમામા પેલેસ ખાતે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution