18, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2376 |
વિદેશ મંત્રાલયે કહ્યું, સરકાર રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ
પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા રક્ષા સમજૂતી પર ભારત તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યુ છે કે તેમને પહેલેથી જ આ સમજૂતી વિશે જાણ હતી. વિદેશ મંત્રાલયે કહ્યુ કે,સરકાર દેશના દરેક ક્ષેત્રમાં સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા રક્ષા સમજૂતી હેઠળ એક દેશ પર હુમલો બીજા દેશ પર હુમલો માનવામાં આવે છે.
જ્યારે મીડિયાએ પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચેના રક્ષણ સમજૂતી અંગે ભારતીય વિદેશ મંત્રાલયને પ્રશ્ન પૂછ્યો, ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું કે, અમે પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા વ્યૂહાત્મક રક્ષણ સમજૂતી સંબંધિત અહેવાલો જોયા. જ્યારે આ સમજૂતી અંગે બંને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે સરકારને તેની જાણ હતી. અમે આ સમજૂતીના આપણા સુરક્ષા, પ્રદેશીય અને વૈશ્વિક સ્થિરતા પર પડતા અસરના અભ્યાસમાં લાગેલા છીએ. સરકાર ભારતના રાષ્ટ્રીય હિતોની તમામ ક્ષેત્રે સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
સાઉદી અરબની રાજધાની રિયાધના યમામા પેલેસમાં થયેલી બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરિફ અને સાઉદી અરબના યુવરાજ મુહમ્મદ બિન સલમાને રક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર પણ હાજર રહ્યા. આ સમજૂતી હેઠળ જો એક દેશ પર હુમલો થાય તો તેને બીજા દેશ પર હુમલો માનવામાં આવશે. આ કારણે તેને નાટો જેવી સમજૂતી કહેવાઈ રહી છે.