શ્રીજીની મૂર્તિઓના વિસર્જન બાદ 12 કૃત્રિમ તળાવમાંથી 200 મે. ટન કચરો એકત્રિત કરાયો
09, સપ્ટેમ્બર 2025 વડોદરા   |   3366   |  

કચરો અલગ કરીને તેમાંથી સેન્દ્રીય ખાતર બનાવાશે

વડોદરામાં ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા 12 ઉપરાંત બે મંડળો દ્વારા કૃત્રિમ તળાવો બનાવવામાં વ્યાં હતા. શ્રીજી વિસર્જન પૂર્ણ થયાં બાદ 200 મેટ્રિક ટન નિર્માલ્ય સહિત કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ વર્ષે ગણેશોત્સવના 11 દિવસમાં 50 હજાર જેટલી નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે કચરો ભેગો કરવામાં આવ્યો હતો તેમાંથી ફુલ હાર આસોપાલવના પાન વગેરેને અલગ કરીને સેન્દ્રીય ખાતર બનાવવા માટે સખી મંડળની બહેનોને આપવામાં આવ્યો હતો.

સખી મંડળની બહેનો દ્વારા 1.2 ટન પણ કચરામાંથી 120 કિલો ખાતર તૈયાર થાય છે. આ ખાતર બનતા 15 દિવસનો સમય લાગે છે. 200 ટન કચરામાંથી ઘણો જથ્થો પ્રવાહી પણ હતો, જેમાં ફૂલો વગેરે કોહવાયેલા હતા, અને આવો કચરો છૂટો શકાય તેમ ન હોંવાથી આવો પ્રવાહી કચરો બાયોગેસ બનાવવા માટે પણ મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે પ્લાસ્ટિકની બોટલો સહિતનો પ્લાસ્ટિકનો કચરો અલગ તારવીને કોર્પોરેશનના પ્લાન્ટમાં મોકલી આપવામાં આવ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution