15, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2277 |
વિશ્વના હવામાન વૈજ્ઞાનિકોની આગાહી
વિશ્વના હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ચાલુ વર્ષના અંત સુધી લા નીનાની પરિસ્થિતિઓનું નિર્માણ થઇ શકે છે. તેના કારણે હવામાનની પેટર્નને નોંધપાત્ર અસર થશે જેથી ભારતમાં આ વખતે કડકડતી ઠંડી પડે તેવી શક્યતાં છે. અમેરિકાના નેશનલ વેધર સર્વિસના કલાયમેટ પ્રેડિકશન સેન્ટરે તાજેતરમાં જણાવ્યું હતું કે શિયાળાની મોસમમાં ઓક્ટોબર-ડિસેમ્બર ની વચ્ચે લા નીનાનું નિર્માણ થવાની શક્યતા વ્યક્ત કરી છે. .
જોકે, આ સંભાવના ડિસેમ્બર, થી ફેબુ્રઆરી 2026ની વચ્ચે ધટે તેવી સંભાવના પણ વ્યક્ત કરી છે. લા નીના પ્રશાંત મહાસાગરના ભૂમધ્યરેખાવાળા ભાગમાં સમુદ્ર સપાટીના તાપમાનથી ઠંડુ થવાની સ્થિતિ છે. તેની અસર સમગ્ર વિશ્વના હવામાન પર પડે છે. ભારતમાં તેના કારણે શિયાળાની ઋતુ વધુ તીવ્ર બની જાય છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ એ પોતાના તાજેતરના ઇનએસઓ બુલેટિનમાં જણાવ્યું છે કે હાલમાં તટસ્થ સ્થિતિ છે.
હાલમાં અલ નીનો કે લા નીના નથી. પરંતુ વિભાગનું માનવું છે કે ચોમાસા પછી લા નીનાની સંભાવના વધી જશે.