15, સપ્ટેમ્બર 2025
મુંબઈ |
2574 |
મની લોન્ડરિંગ અને વિદેશી હુંડિયામણ ભંગના કેસમાં પૂછપરછ કરાશે
ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને મીમી ચક્રવર્તીને એક બેટિંગ એપના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલાયું છે. મની લોન્ડરીંગ અને વિદેશી હુંડિયામણ ભંગના કેસમાં ઈડી દ્વારા તેમની પુછપરછ કરાય તેવી શક્યતાં છે. મીમીને તા. ૧૫મી સપ્ટેમ્બરે અને ઉર્વશીને તા. ૧૬મી સપ્ટેમ્બરે ઈડીની દિલ્હી ઓફિસ ખાતે હાજર થવા જણાવાયું છે.
વન એક્સ બેટ નામનાં એક ઓનલાઈન બેટિંગ એપને એન્ડોર્સ કરવાના કેસમાં બંનેની પૂછપરછ થાય તેવી શક્યતા છે. ઈડી આ એપ દ્વારા મની લોન્ડરિંગ તથા વિદેશી હુંડિયામણને લગતા નિયમોના ભંગની તપાસ કરી રહી છે. અગાઉ આ કેસમાં ક્રિકેટર શિખર ધવન તથા સુરેશ રૈનાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ઈડી આ એપ એન્ડોર્સ કરવા માટે કઈ રીતે નાણાં ચૂકવાયાં હતાં તે અંગે તેમને સવાલો કરે તેવી શક્ચયતા છે.