12, સપ્ટેમ્બર 2025
વડોદરા |
3069 |
બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો , ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
વડોદરાના સૌથી મોટા અટલબ્રિજ પર અકસ્માતનો સીલસીલો ચાલુ રહ્યો છે. જોકેક ગત મોડીરાત્રે એક લક્ઝુરિયસ કાર બ્રિજની દિવાલ સાથે ભટકાંતા સર્જાયેલા અકસ્માતને પગલે પોલીસ દોડતી થઈ હતી.
વડોદરા શહેરના સૌથી મોટા અટલ બ્રિજ પર સામાન્ય રીતે અકસ્માતોની ધટના જૂજ બને છે. પરંતુ પંડ્યા બ્રિજ ઉતરી અટલ બ્રિજ ચડતા વાહન ચાલકો અનેક વખત મૂંઝવણમાં મુકાઈ જય છે. કારણ કે, બ્રિજ ચડતા જ એક રસ્તો બ્રિજ ઉપર જાય છે અને બે રસ્તા બ્રિજ નીચે જવા માટે બનાવવામાં આવ્યા છે.જ્યારે બીજી તરફ કેટલીક વખત એપ્રોચ ઉતરતી વખતે પણ કેટલાક વાહનચાલકો ક્યાં ઉતરવું જેની લઈને મુંઝવણમાં મુકાતા હોંય છે.
ગેંડા સર્કલ, ચકલી સર્કલ, જુના પાદરા રોડ પહોંચવું હોય તો કયા રસ્તે જવું એ વિચારમા કેટલીક વખત અકસ્માત થતા હોવાનું એક અનુમાન છે. અટલ બ્રિજની શરૂઆતમાં જે સ્થળે છેલ્લા પાંચ દિવસમાં જે કારને 4અકસ્માત નડ્યો છે, ત્યાં અંધારું વધુ હોવાની પણ ફરિયાદ છે. જેના કારણે વાહન ચાલકોને બ્રિજની દીવાલ દેખાતી નથી અને અકસ્માત સર્જાય છે.
જોકે સદનસીબે આ બન્ને અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આગામી દિવસોમાં નવરાત્રી શરૂ થનાર છે ત્યારે આ રસ્તા પર રાત્રીના સમયે ટ્રાફિકનું ભારણ વધશે અને આજ પ્રકારના અકસ્માત સર્જાય તે પહેલાં યોગ્ય નિરાકરણ લાવવું જરૂરી છે..