12, સપ્ટેમ્બર 2025
વડોદરા |
3168 |
વાધોડિયા, સાવલી અને ડેસર તાલુકામાં આવેલા તળાવો પૈકી ૧૧ તળાવો ૧૦૦ ટકાં ભરાયાં
વડોદરા જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ૮ તાલુકાઓમાં સરેરાશ વરસાદની સામે ૯૫ ટકાં જેટલો વરસાદ થયો છે. ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના ત્રણ તાલુકામાં આવેલા ૧૮ જળાશયોમાં ૯૮ ટકાં જેટલો જળસંગ્રહ થયો છે. આ ૧૮ સિંચાઈ તળાવોમાં પાણીની સંગ્રહ ક્ષમતા ૯૧૬.૨૭ એમસીએફટી એમસીએફટી છે. જેની સામે હાલમાં જળાશયોમાં ૯૦૨.૧૧ એમસીએફટી જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. વડોદરા જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ હસ્તકના ૧૮ તળાવો વાધોડિયા, સાવલી અને ડેસર તાલુકામાં આવેલા છે. આ તળાવોના પાણીનો મુખ્યત્વે ઢોર- ઢાંખર તેમજ સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. જાેકે, દર વર્ષે ચોમાસાની ઋતુમાં આ તળાવો ઓવરફ્લો થાય છે કે લગભગ છલોછલ ભરાઈ જાય છે. ગત ચોમાસા દરમિયાન તમામ સિંચાઈ તળાવો ઓવરફ્લો થયા હતા. ત્યારે આ વર્ષે પણ અત્યાર સુધી શહેર- જિલ્લામાં વરસાદ સારો થયો છે. વડોદરામાં છેલ્લા ત્રણ દિવસ થી વરસાદે વિરામપાળ્યો છે. પરંતુ તે અગાઉ અઠવાડીયા સુધી ધોધમાર વરસાદ થતાં મોટાભાગના સિંચાઈ તળાવો ૧૦૦ ટકાં ભરાયા છે. મળતી વિગતો મુજબ આ ૧૮ સિંચાઈ તળાવોમાં પાણીની સંગ્રહ ક્ષમતા ક્ષમતા ૯૧૬.૨૭ એમસીએફટી છે. જેની સામે હાલમાં જળાશયોમાં ૯૦૨.૧૧ એમસીએફટી જેટલો પાણીનો જથ્થો છે. આમ કુલ સંગ્રહ ક્ષમતાની સામે તમામ તળાવોમાં હાલમાં ૯૭ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લામાં આવેલા આ સિંચાઈ તળાવો પૈકીના વાધોડિયા તાલુકાના શ્રી પોર ટીંબી, નવી જાંબુવાઈ, વેસણિયા, ડુંડેલાવ, સરવણ સિંચાઈ યોજના તેમજ સાવલી તાલુકાના મુવાલ, જાવલા, કરચીયા,વ.જસા. મનોરપુરા, ધનોરા સિંચાઈ યોજનાના તળાવો ૧૦૦ ટકાં ભરાઈ ગયાં છે. ઉનાળાની ઋુતુમાં આ તળાવોમાં પાણીનો જથ્થો ધટી જતાં બિનઉપયોગી બની જતાં હોય છે. જાેકે, નર્મદા કેનાલ થી સિંચાઈ તળાવો ભરવાની તૈયારી તંત્ર દ્વારા કરાઈ હતી. પરંતુ કોઈ કારણોસર યોજના થઈ શકી ન હતી.