12, સપ્ટેમ્બર 2025
ગંગટોક |
3267 |
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઈડ
સિક્કિમમાં યાંગથાંમ નિર્વાચન ક્ષેત્રમાં રિમ્બીમાં ઉપરવાસ ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઇડ થતાં આ ભૂસ્ખલનના કારણે 4 લોકોનાં મોત થયા છે, 3 લોકો ગુમ થયા છે. ગુમ થયેલા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સ્થાનીક લોકો સાથે મળીને SSB કર્મચારીઓએ બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી છે. પોલીસ અને સ્થાનીક લોકો ઉભરતી હ્યુમ નદી પર એક કામચલાઉ લાકડાનો પુલ બનાવી બે ઇજાગ્રસ્ત મહિલાઓનું રેસ્ક્યુ કર્યુ છે.
SP ગેજીંગ શેરિંગ શેરપાએ લેન્ડસ્લાઇડની માહિતી આપતા કહ્યુ કે ભારે વરસાદ અને પહાડ ધસી પડતા ભારે ભૂસ્ખલન થયુ છે. જેનાથી મોટા પ્રમાણમાં કાટમાળનો ઢગલો રસ્તા પર આવી ગયો છે.
પૂર્વોત્તર રાજ્ય સિક્કિમમાં ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે ભારે વરસાદ ચાલુ છે. ચોમાસાનો પશ્ચિમ છેડો ઉત્તરીય રાજ્યોમાં છે અને પૂર્વ છેડો પૂર્વીય રાજ્યોમાં છે.