18, સપ્ટેમ્બર 2025
દહેરાદુન |
2277 |
બુધવારે મોડી રાત્રે ફરી વાદળ ફાટવાથી કુંત્રી અને ધૂર્મામાં ભારે વિનાશ સર્જાયો
ઉત્તર ભારતના હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ભારે નુસકાસ થયું છે. ત્યારે બુધવારે મોડી રાત્રે ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી બે ગામડા કુંત્રી અને ધૂર્મામાં ભારે વિનાશ સર્જાયો હતો. વાદળ ફાટવાની આ ધટનામાં પાંચ મકાનો વહી ગયા હતા. જ્યારે પાંચ લોકો ગુમ થયા હતા. જોકે, જેમાંથી બેને બચાવ ટીમો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને ત્રણની શોધખોળ હજુ ચાલુ છે. અકસ્માતની માહિતી મળતાં જ તબીબી ટીમો, NDRF અને SDRF ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.
મળતી વિગતો મુજબ નગર પંચાયત નંદનગરના વોર્ડ કુંત્રી લગાપાલીમાં ભારે વરસાદને કારણે કાટમાળ ધસી આવતા છ મકાનો સંપૂર્ણપણે નુકસાન પામ્યા હતા. આ વિનાશક આફતમાં પાંચ લોકો ગુમ થયાના અહેવાલ હતા જેમાંથી બેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ધૂર્મા ગામમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી જ્યાં પાંચ ઘરોને નુકસાન થયું હતું. તપાસમાં પશુધનનું નુકસાન થયાનું પણ સામે આવ્યું છે.