ટ્રમ્પને ઝટકો! અમેરિકન કોર્ટે ટેરિફને ગેરકાયદે ગણાવ્યો
30, ઓગ્સ્ટ 2025 વોશિંગ્ટન   |   3069   |  

પ્રમુખ ટ્રમ્પે કહ્યું નિર્ણય પક્ષપાતી , આ નિર્ણય વિનાશ કરશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે ટેરિફ મામલે મોટો ઝટકો આપ્યો છે. એક અપીલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. જેનાથી અમેરિકન રાજકારણ અને અર્થતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટ કહે છે કે રાષ્ટ્રપતિ પાસે ઈમરજન્સીની સત્તા છે, પરંતુ તેમને ટેરિફ અથવા કર લાદવાનો અધિકાર નથી. જોકે, ટ્રમ્પે આ નિર્ણયને પક્ષપાતી ગણાવ્યો છે.

કોર્ટના આ નિર્ણયને ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. અહેવાલ મુજબ કોર્ટે ટેરિફને 14 ઓક્ટોબર સુધી યથાવત રાખવાની મંજૂરી આપી છે. જેનાથી ટ્રમ્પ વહીવટીતંત્રને આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની તક મળી ગઇ હતી.

બીજી તરફ ટ્રમ્પે કોર્ટના આદેશને સ્પષ્ટપણે નકારી કાઢ્યો અને કહ્યું કે તમામ ટેરિફ અમલમાં રહેશે. તેમણે કોર્ટના નિર્ણયને ખોટો અને પક્ષપાતી ગણાવ્યો અને કહ્યું કે જો આ નિર્ણય બદલવામાં નહીં આવે તો અમેરિકાનો વિનાશ થઈ જશે. અમે સુપ્રીમ કોર્ટની મદદથી આપણા રાષ્ટ્રના હિતમાં ટેરિફનો ઉપયોગ કરીશું.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, બધા ટેરિફ હજુ પણ લાગુ છે. આજે એક અત્યંત પક્ષપાતી અપીલ કોર્ટે ખોટું કહ્યું કે આપણા ટેરિફ દૂર કરવા જોઈએ, પરંતુ તેઓ જાણે છે કે અંતે અમેરિકા જીતશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution