દેશમાં મહિલાઓ માટે કોહિમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરસૌથી સુરક્ષિત શહેર
30, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   2772   |  

મહિલા સુરક્ષાને લગતો સર્વેક્ષણ ઇન્ડેક્સ મુજબ ફરીદાબાદ, પટણા, જયપુરનો સ્કોર ખરાબ

દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને જારી કરાયેલા સર્વેક્ષણ ઈન્ડેક્સ મુજબ મહિલાઓ માટે સૌથી સુરક્ષીત મનાતા 7 શહેરોમાં કોહિમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરને સૌથી સુરક્ષિત શહેરો છે.જ્યારે. મહિલા સુરક્ષા સૂચકાંક 2025 અનુસાર રાંચી અને શ્રીનગરનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. ઉપરાંત દેશના મહાનગરોમાં મુંબઈ ટોપ 7માં સામેલ છે. જ્યારે સૌથી ઓછા સ્કોર ધરાવતા શહેરોમાં દિલ્હી અને કોલકત્તાનો સમાવેશ થાય છે.

મહિલા સુરક્ષા સૂચકાંક NARI 2025 મુજબ, દેશના 31 શહેરોમાં મહિલાઓ માટે કોહિમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર સૌથી સુરક્ષિત શહેરો છે. જ્યારે રાંચી અને શ્રીનગર સૌથી ઓછા સુરક્ષિત છે. મેટ્રોપોલિટન શહેરોમાં, મુંબઈ ટોપ-7માં સામેલ છે, જ્યારે દિલ્હી અને કોલકાતા સૌથી ઓછો સ્કોર ધરાવે છે.

પૂર્વોત્તરના શહેરો કોહિમા, આઇઝોલ, ગંગટોક અને ઇટાનગર મહિલા સુરક્ષા રેન્કિંગમાં મોખરે છે, આ માટેનું મુખ્ય કારણ ઉચ્ચ લિંગ સમાનતા અને સારી સુવિધાઓ છે. આ સર્વેક્ષણમાં, ફરીદાબાદ, પટણા અને જયપુર જેવા શહેરો નબળા માળખાગત સુવિધાઓ અને નબળી જવાબદારીને કારણે સૌથી ઓછા સુરક્ષિત જણાયા છે. આ સૂચકાંક તૈયાર કરવા માટે 12,770 મહિલાઓના મંતવ્યો અને અનુભવોને સામેલ કરવામાં આવ્યા છે.

પીવેલ્યુ એનાલિટિક્સ દ્વારા તૈયાર કરાયેલ 'રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ અને મહિલા સુરક્ષા સૂચકાંક અનુસાર 60% મહિલાઓ તેમના શહેરોમાં સુરક્ષિત અનુભવે છે, જ્યારે 40% મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution