30, ઓગ્સ્ટ 2025
રાજપીપળા |
2871 |
નદી કાંઠાના નર્મદા, વડોદરા અને ભરૃચના નદીકાંઠાના વિસ્તારોને સતર્ક કરાયા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં સતત થઈ રહેલા વરસાદને કારણે પાણીની આવક વધતા નર્મદા ડેમના 15 ગેટ ખોલીને 2.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીકાંઠાના વડોદરા, ભરૃચ જિલ્લાના લોકોને સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની સતત ભારે આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલી 2 લાખ ક્યુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક મળી કુલ કુલ 2,45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.ઉપરવાસ માંથી પાણીની આવકને પગલે નર્મદા ડેમની જળસપાટી 136.74 મીટર પહોંચી છે. જ્યારે નર્મદા ડેમમાં હાલ ગ્રોસ સ્ટોરેજ પાણીનો જથ્થો 8850.40 એમસીએમ છે એટલે ડેમ 93.56 % ભરાયેલો છે. જ્યારે હાલ નર્મદા ડેમમાં પાણીની આવક - 167113.00 ક્યુસેક છે તો નર્મદા ડેમ માંથી કેનાલમાં પાણીની જાવક 23501.00 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 24 સે.મી.નો વધારો નોંધાયો છે.
નર્મદા ડેમના ગેટ ખોલીને પાણી છોડાતા નિચાણવાળા નદી કાંઠાના વિસ્તારોમાં નર્મદા, વડોદરા અને ભરૃચ જિલ્લાના ગામોને સતર્ક કરવામાં આવ્યાં છે.