30, ઓગ્સ્ટ 2025
વડોદરા |
2673 |
૧૨૦૦૦ ટ્રેનો ચલાવવાની યોજના
તહેવારોની સીઝન થતાં જ રેલ મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે હજારો વિશેષ ટ્રેન સેવાઓ ના સંચાલનનો નિર્ણય લીધો છે. બિહાર જતા યાત્રીઓની સુવિધા માટે, 12000 થી વધુ ટ્રેનો ચલાવવાની યોજના બનાવવામાં આવી છે. જે ટ્રેનો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે સૂચના પણ હવે જારી કરવાનું શરૂ થયું છે. 21 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2025 સુધી કુલ 150 પૂજા સ્પેશિયલ ટ્રેનોના સંચાલન અંગે સૂચના જારી કરવામાં આવી છે, જેના દ્વારા કુલ 2024 વધારાના ફેરા (ટ્રિપ્સ) સુનિશ્ચિત કરવામાં આવશે.તહેવારોના અવસર પર દેશના વિવિધ ભાગોમાંથી મુસાફરોની અવરજવર સુગમ રહે અને તેમને તેમના પ્રિયજનો સાથે તહેવારોની ઉજવણી કરવાની તક મળે તે માટે ભારતીય રેલ્વે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે