27, ઓગ્સ્ટ 2025
વોશિગ્ટન |
2079 |
એશિયા અને યુરોપના પોસ્ટલ ઓપરેટર્સે નિર્ણય લીધો
વિશ્વભરમાંથી અમેરિકામાં મોકલવામાં આવતી પાર્સલ સેવાઓ થંભી ગઈ છે. જેની પાછળનું કારણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ ભય છે. ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે લગભગ 25 દેશોએ અમેરિકામાં થતી પાર્સલ ડિલિવરી અટકાવી દીધી છે. યુનિવર્સલ પોસ્ટલ યુનિયને આ માહિતી આપી છે.
યુનાઈટેડ નેશન્સ એજન્સીની યુનિવર્સલ પોસ્ટલ યુનિયને માહિતી આપી હતી કે, વિવિધ દેશોએ પ્રમુખ ટ્રમ્પના નવા ટેરિફ નિયમોના પગલે સર્જાયેલી અનિશ્ચિતતાઓના કારણે ડિલિવરી અટકાવી દીધી છે. 25 દેશોના પોસ્ટલ ઓપરેટર્સે યુપીયુને સલાહ આપી હતી કે, તેઓએ ટ્રાન્ઝિસ્ટ સર્વિસ સંબંધિત અનિશ્ચિતતાઓના કારણે અમેરિકા મોકલાતી પોસ્ટલ સર્વિસ સસ્પેન્ડ કરી છે.
એશિયા અને યુરોપના પોસ્ટલ ઓપરેટર્સે આ નિર્ણય લીધો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની સરકારી પોસ્ટલ સર્વિસે પણ જાહેરાત કરી હતી કે, લાંબા ગાળાથી લાગુ કસ્ટમ નિયમોમાં ફેરફાર થતાં અમેરિકામાં પાર્સલ ડિલિવરી કામચલાઉ ધોરણે બંધ કરી છે.
ટ્રમ્પે કસ્ટમ નિયમોમાં ફેરફાર કરતાં આદેશ આપ્યો હતો કે, અમેરિકામાં ઓછી કિંમતના પેકેજીસ પર ડ્યુટી લાદશે. 29 ઓગસ્ટથી અમેરિકાએ 800 ડોલર કે તેથી ઓછી કિંમતના ગુડ્સ પર ડ્યુટી લાગુ કરશે. જે પહેલા ડ્યુટી ફ્રી હતા.