27, ઓગ્સ્ટ 2025
ચેન્નાઈ |
2574 |
અન્ય ટી20 લીગમાં રમતો જોવા મળશે.
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને હવે IPLમાંથી પણ નિવૃત્તિનું એલાન કર્યું છે. બુધવારે સત્તાવાર રીતે તેણે આ અંગે જાહેરાત કરી છે. આ સાથે તે હવે ભારતમાં પ્રોફેશનલ ક્રિકેટ રમતો નહીં જોવા મળે, તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી ગત વર્ષે જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેણે ગત વર્ષે ડિસેમ્બરમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વચ્ચે આ નિર્ણય લીધો હતો. જોકે અશ્વિને કહ્યું છે કે હવે તે અન્ય ટી20 લીગમાં રમતો જોવા મળશે.
આર અશ્વિને પોતાના સત્તાવાર X હેન્ડલ પર આઈપીએલમાંથી રિટાયરમેન્ટની માહિતી આપી હતી. તેણે પોસ્ટ કરી હતી કે, ખાસ દિવસ માટે એક ખાસ શરૂઆત. કહે છે કે, દરેક અંતની એક નવી શરૂઆત હોય છે, એક આઈપીએલ ક્રિકેટર તરીકે મારો સમય આજે સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ વિવિધ લીગમાં રમતને એક્સપ્લોર કરી છે. આજે નવી શરૂઆત થી રહી છે. આટલા વર્ષોની અનેરી યાદો અને સંબંધો માટે તમામ ફ્રેન્ચાઈઝી ટીમનો આભાર માનું છું.