ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા
25, ઓગ્સ્ટ 2025 નવી દિલ્હી   |   3267   |  

આધુનિક ટેક્નોલોજીથી સજ્જ નવો આઈફોન-૧૭નું ઉત્પાદન તમિલનાડુમાં થનાર છે

ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનનું ઉત્પાદન હબ બન્યું છે અને વૈશ્વિક નિકાસમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. એપલના આઈફોનની વૈશ્વિક નિકાસમાં ભારતનું યોગદાન 20 ટકા જેટલું છે. એપલ હવે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ નવો આઈફોન-૧૭ લોન્ચ કરવા જઈ રહી છે, જેનું ઉત્પાદન તમિલનાડુમાં થનાર છે. આવા સમયે ચીને અવળચંડાઈ દર્શાવતા ફોક્સકોન ટેક્નોલોજી ગૂ્રપના તમિલનાડુ પ્લાન્ટમાંથી તેના અંદાજે ૩૦૦ એન્જિનિયરોને પાછા બોલાવી લીધા છે અને તેનું કોઈ સ્પષ્ટ કારણ પણ આપ્યું નથી.

અમેરિકન કંપની એપલ ભારતમાં ફોક્સકોન ટેક્નોલોજી ગૂ્રપ મારફત આઈફોનનું ઉત્પાદન કરે છે. ફોક્સકોન ટેક્નોલોજીએ આઈફોનના ઉત્પાદન માટે તમિલનાડુમાં પ્લાન્ટ સ્થાપ્યો છે. એપલ હવે ટૂંક સમયમાં આઈફોન-૧૭ લોન્ચ કરવાની છે તેવા સમયે જ ચીને ફોક્સકોન ટેક્નોલોજી ગૂ્રપના તમિલનાડુ પ્લાન્ટમાંથી તેના અંદાજે ૩૦૦ એન્જિનિયરોને પાછા બોલાવી લીધા છે. તાજેતરના મહિનાઓમાં ચીને બીજી વખત આવું પગલું ભર્યું છે.

જોકે, એક અહેવાલ મુજબ ચીનના આ પગલાંથી ભારતમાં એપલના વિસ્તરણની ગતિ પર અસર થઈ રહી છે. આ એન્જિનિયર ફોક્સકોનની યુજાન ટેક્નોલોજી યુનિટમાં કામ કરતા હતા, જે જૂના આઈફોન મોડેલ માટે ઈનક્લોઝર અને ડિસ્પ્લે મોડયુલ બનાવે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution