23, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
3564 |
ગેમિંગ કાયદો અમલમાં આવ્યા બાદ કંપનીઓએ સાવચેતીનું વલણ અપનાવ્યું
ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયા બાદ વિવિધ ગેમિંગ કંપનીઓએ તેમના રિયલ-મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત કરવામાં આવી છે. ગેમ્સક્રાફ્ટ કંપનીએ જણાવ્યું હતું કે તે તેની રમી એપ્સ પર કેશ ઉમેરો અને ગેમપ્લે સેવાઓ પર બ્રેક મારી રહી છે.
ઝુપી અને પીક ઠફ પાર્ટનર્સ-સમથત પ્રોબોએ પણ જાહેરાત કરી કે તેઓ રિયલ-મની ગેમિંગ બંધ કરશે. ઝુપીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લુડો સુપ્રીમ, લુડો ટર્બો, સ્નેક્સ એન્ડ લેડર્સ અને ટ્રમ્પ કાર્ડ મેનિયા જેવા ટાઇટલ બધા વપરાશકર્તાઓ માટે મફતમાં ઉપલબ્ધ રહેશે. ગેમિંગ ફર્મ નઝારા પોકરબાઝીમાં તેના રોકાણ અંગે ચિંતીત છે. નઝારા મૂનશાઇન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાં ૪૬.૧% હિસ્સો ધરાવે છે, જે પોકર પ્લેટફોર્મનું સંચાલન કરે છે.
ડ્રીમ૧૧ કંપનીએ જણાવ્યું છે કે ગેમિંગ કાયદો અમલમાં આવ્યા પછી રિયલ મની ગેમિંગ કામગીરી ચાલુ રાખવા માટે કોઈ કાનૂની માર્ગ નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની તેના રિયલ મની ગેમિંગ ઓપરેશન્સને બંધ કરવાની તૈયારી કરી રહી છે, જે કંપનીના વાર્ષિક આવકના બે તૃતીયાંશ કરતાં વધુ ફાળો આપે છે. ડ્રીમ સ્પોર્ટ્સ ફેનકોડ, ડ્રીમસેટગો, ડ્રીમ ગેમ સ્ટુડિયો અને વિલો ટીવી અને ક્રિકબઝ જેવા રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે.