હવે મુંબઈના અટલ સેતુ પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલ નહીં આપવો પડે
23, ઓગ્સ્ટ 2025 મુંબઈ   |   3168   |  

પહેલા 21.8 કિલોમીટર લાંબા સમુદ્રી પૂલ પર દરેક વાહનોને ટોલ ભરવો પડતો હતો

હવેથી ભારતનો સૌથી લાંબો સમુદ્રી પુલ, મુંબઈમાં અટલ સેતુ પૂર્વે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક અથવા MTHLપર હવેથી ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ભરવો નહીં પડે.મહારાષ્ટ્રના શહેર વિકાસ વિભાગે ગુરુવારે નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું હતું કે, હવેથી ઇલેક્ટ્રિક ફોર વ્હિલર અને અને ટુ વ્હિલર અને અન્ય ઇલેક્ટ્રિક બસ ચાલકોને ટોલ ભરવો નહીં પડે. જેમાં રાજ્ય પરિવહન ઉપક્રમો અને ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલિત બસોનો પણ સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર મોટર વાહન કર અધિનિયમ, 1958ના જોગવાઈઓ હેઠળ લેવાયેલો આ નિર્ણય આ વર્ષની 31 જાન્યુઆરીના અગાઉના જાહેરનામામાં આંશિક સુધારો છે. આ નિર્ણયનો હેતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવા, હાનિકારક પ્રદૂષકોને કંટ્રોલ કરવા માટે અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલા 21.8 કિલોમીટર લાંબા સમુદ્રી પૂલ પર દરેક વાહનોને ટોલ ભરવો પડતો હતો.

મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વાહન પોલિસી હેઠળ ઇલેક્ટ્રિક મોબિલિટીને ઘણા ફાયદા આપવામાં આવ્યા છે, જેમાં મુખ્ય રાજમાર્ગો પર ટોલ છૂટ પણ સામેલ છે. જેમાં પ્રાઇવેટ ઇલેક્ટ્રિક કાર, રાજ્ય પરિવહનની બસો અને શહેરી જાહેર પરિવહનના ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે. જોકે, ઇલેક્ટ્રિક માલવાહક વાહનોને આ છૂટનો લાભ મળશે નહીં.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution