23, ઓગ્સ્ટ 2025
પટણાં |
3663 |
લોકો રિક્ષામાં ફતુહા ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા
બિહારના પટણા જિલ્લાના દિનવયાવીમાં આજે સવારે ટ્રકે રિક્ષાને અડફેટે લેકાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યા છે જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ પટણાનાં મલમા ગામના લોકો રિક્ષામાં ફતુહા ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પૂરપાટ ઝડપે આવતી ટ્રક અને રિક્ષાની ટક્કર થઈ ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે, રિક્ષાનું કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યા છે અને 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. જોકે, સ્થાનિકો તેમજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જોકે, ગંભીર ઈજાગ્રસ્તોને પટણા રિફર કરવામાં આવ્યા હતા.