ચીને રોબોટ ઓલિમ્પિકનું આયોજન કર્યું, 16 દેશોએ ભાગ લીધો
18, ઓગ્સ્ટ 2025 બેઈજીંગ   |   2079   |  

રનીંગ, લોંન્ગ જમ્પ, હાઈજમ્પ, ફૂટબોલથી માંડી બોક્સિંગ સુધી તમામ રમતોનું આયોજન કરાયું

ચીન વધુ ઝડપથી રોબોટ્સને આધુનિક બનાવી રહ્યું છે. એવામાં, ચીને 15 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજધાની બેઇજિંગમાં વર્લ્ડ હ્યુમનૉઇડ રોબોટ ગેમ્સનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં દુનિયાભરના રોબોટએ અલગ-અલગ રમતોમાં ભાગ લીધો. આ ટુર્નામેન્ટમાં વિવિધ પ્રકારની રમતો યોજાઈ હતી.

આ રમતોને લઈ એઆઈનો અદ્ભુત નમૂનો ચીનમાં જોવા મળ્યો છે. ચીને હ્યુમનૉઇડ રોબોટ્સનો ઓલિમ્પિક કરાવ્યો. આ પ્રકારની આ પહેલી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં 16 દેશોની 280 ટીમએ ભાગ લીધો. આ 'ઓલિમ્પિક'માં 500થી વધુ રોબોટ સામેલ થયા હતો. તેમજ આ રોબોટ ઓલિમ્પિક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ આંતરરાષ્ટ્રીય રોબોટ ઓલિમ્પિકમાં 100 મીટર, 400 મીટર અને 1500 મીટરની દોડ, સ્ટેન્ડિંગ લોંગ જમ્પ, જિમ્નેસ્ટિક્સ, ફૂટબોલ, વુશુ અને બોક્સિંગ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પાંચ-પાંચની ટીમવાળા ફૂટબોલમાં ચીનના શિંગુઆ હેફેસ્ટસ રોબોટ્સ વિજેતા બન્યો. જ્યારે, ત્રણ-ત્રણની ટીમવાળા ફૂટબોલમાં ચીનની કૃષિ યુનિવર્સિટીના રોબોટ સ્વીટીએ જર્મનીની ટીમને હરાવી દીધી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution