INS ઉદયગિરી-INS હિમગિરી , આજે નૌસેનામાં સામેલ થશે 
26, ઓગ્સ્ટ 2025 વિશાખાપટ્ટનમ   |   2673   |  

જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે.

આજે iNS ઉદયગિરી, INS હિમગિરી માં સામેલ થશે. આ બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ની અધ્યક્ષતામાં આયોજીત સમારોહ યોજાશે. પ્રોજેક્ટ 17A હેઠળ બનેલા આ યુદ્ધ જહાજો મેક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની સફળતાનું પ્રતીક છે. INS ઉદયગિરી એ યુદ્ધ જહાજ ડિઝાઈન બ્યુરો દ્વારા ડિઝાઈન કરાયેલ 100મુ જહાજ છે.

આજે વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને INS ઉદયગિરી, INS હિમગિરી ભારતીય નૌસેનાને સોંપવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઉપસ્થિત રહેશે. આ બંને જહાજો ભારતીય નૌકાદળમાં સામેલ થતા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે ભારતનો દબદબો વધશે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે ચીન જેવા દેશો પોતાનું વર્ચસ્વ વધારવા સતત પ્રયત્નશીલ છે. હવે ભારતીય નૌકાદળમાં INS ઉદયગિરી, INS હિમગિરી સામેલ થતાં પ્રશાંત મહાસાગરમાં ભારત મજબૂત સંરક્ષણ સ્થિતિમાં આવશે.

ભારતીય ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જેમાં અલગ અલગ શિપયાર્ડમાં બનેલા 2 મોટા યુદ્ધ જહાજોને એકસાથે નૌકાદળમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution