26, ઓગ્સ્ટ 2025
વોશિગ્ટન |
2178 |
ટ્રમ્પે કહ્યું- હું તાનાશાહ નથી, શિકાગોને પણ પોતાના નિયંત્રણમાં લેવાની યોજના ?
અમેકિરામાં વિરોધ બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં નેશનલ ગાર્ડ તૈનાત કર્યા છે. ડેમોક્રેટ્સ આ પગલાને તાનાશાહી કહી રહ્યા છે, જેના પર ટ્રમ્પે હું તાનાશાહ નથી કહીને પોતાનો બચાવ કર્યો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયના ભારે વિરોધ વચ્ચે તેમણે વોશિંગ્ટનમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કર્યા છે અને હવે શિકાગોને પણ પોતાના નિયંત્રણમાં લેવાની યોજના બનાવી રહ્યા છે. આ દરમિયાન, તેમણે એક ફેડરલ ગવર્નરને પણ બરતરફ કર્યા છે. તેમના વિરોધીઓ આ પગલાંને તાનાશાહી' ગણાવી રહ્યા છે. જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, હું તાનાશાહ નથી.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરીને સંરક્ષણ સચિવ પીટ હેગસેથને એક ખાસ નેશનલ ગાર્ડ યુનિટ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ યુનિટ વોશિંગ્ટનમાં જાહેર સુરક્ષા જાળવશે અને તેના સભ્યોને ફેડરલ કાયદાઓ લાગુ કરવાની સત્તા પણ અપાશે. આ યુનિટને સમગ્ર દેશમાં ઝડપી તૈનાતી માટે પણ તૈયાર રખાશે.