વડાપ્રઘાન મોદીએ બહુચરાજીમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક કાર E Vitara લોન્ચ કરી
26, ઓગ્સ્ટ 2025 બહુચરાજી   |   3168   |  

બેટરી પ્લાન્ટનું પણ લોકાર્પણ, Maruti e Vitara મેક ઇન ઇન્ડિયા પહેલનું ઉત્તમ ઉદાહરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે બહુચરાજીમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક કાર Maruti e Vitaraનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના નવા બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર અને બેટરી પ્લાન્ટ ભારતના ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રને એક નવી દિશા આપશે.

'Maruti e Vitara' ભારતમાં સંપૂર્ણપણે નિર્મિત પ્રથમ ઈલેક્ટ્રિક કાર છે. આ કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. જે મેક ઇન ઇન્ડિયા પહેલની સફળતા દર્શાવે છે.

ઉપરાંતનવા બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટનથી ભારતમાં લિથિયમ-આયન બેટરીના હાઇબ્રિડ ઈલેક્ટ્રોડનું સ્થાનિક ઉત્પાદન શરુ થશે. આ પગલું ભારતની બેટરી ઈકોસિસ્ટમને નવો તબક્કો આપશે અને વિદેશી નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. વડાપ્રઘાન બપોરે 1:00 વાગ્યાની આસપાસ અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution