25, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
3366 |
BCCI એ ટૂંક સમયમાં હવે નવો સ્પોન્સર શોધવો પડશે?
એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ને મોટો ઝટકો લાગ્યો છે. Dream11 એ BCCI ને તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર નહીં કરે તેવી જાણ કરી છે હાલમાં જ સંસદમાં પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ, 2025 પસાર કરવામાં આવ્યું છે. આ બિલ હેઠળ, ભારતમાં રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે Dream11 ના બિઝનેસ પર મોટી અસર થઈ છે.
અહેવાલો મુજબ Dream11 ના પ્રતિનિધિઓ મુંબઈમાં BCCI ઓફિસમાં આવ્યા હતા અને CEO હેમાંગ અમીનને આ નિર્ણય અંગે જાણકારી આપી હતી. હવે BCCI ટૂંક સમયમાં એક નવું ટેન્ડર બહાર પાડશે. એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી UAE માં શરૂ થવાનું છે. હવે Dream11 સ્પોન્સરશીપ પાછી ખેંચી લેતા BCCI એ ટૂંક સમયમાં એક નવો સ્પોન્સર શોધવો પડશે.
ડ્રીમ11 એ જુલાઈ 2023 માં BCCI સાથે 358 કરોડ રૂપિયાની મોટી રકમથી ડીલ કરી હતી. જે હેઠળ ડ્રીમ11 એ ભારતીય મહિલા ટીમ, ભારતીય પુરુષ ટીમ, ભારત અંડર-19 ટીમ અને ભારત-A ટીમના કિટ માટે સ્પોન્સરના રાઈટ્સ મેળવ્યા હતા. ત્યારબાદ ડ્રીમ11 એ બાયુઝને રિપ્લેસ કરી હતી.