27, ઓગ્સ્ટ 2025
મુંબઇ |
3762 |
જાણીતા ધારાશાસ્ત્રી ઉજ્જવલ નિકમની બાયોપિકમાં બંને દેખાશે
જાણીતા વકીલ ઉજ્જવલ નિકમની બાયોપિકમાં રાજકુમાર રાવ બાદ હવે વામિકા ગબ્બીની પણ એન્ટ્રી થઈ છે. 'ભૂલચૂક માફ' ફિલ્મ પછી આ જોડી ફરી સાથે જોવા મળશે.
આ ફિલ્મનું શૂટિંગ ઓકટોબર મહિનામાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન અવિનાશ અરુણનું હશે. આ ફિલ્મ ૧૯૯૩નાં મુંબઈ વિસ્ફોટો તથા ૨૦૦૮ના કસાબ કેસ સહિતના કેસો લડનારા વકીલ ઉજ્જવલ નિકમની કાનૂની સફર પર આધારિત છે. જોકે, રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી બંને સારા કલાકારો હોવા છતાં તેમની ફિલ્મ ભૂલચૂક માફ ટિકિટબારી પર સારો દેખાવ કરી શકી ન હતી. ૫૦ કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મ ૭૦ કરોડની કુલ કમાણી સુધી પહોંચી શકી હતી.