27, ઓગ્સ્ટ 2025
કોચી |
2376 |
સિજોમોન જોસેફના નો બોલ પછી ફ્રી હિટ પર સેમસને સિક્સ ફટકારી
મંગળવારે કેરળ ક્રિકેટ લીગમાં એક બોલ પર 13 રન બન્યા હતા સંજુ સેમસને થ્રિસુર ટાઇટન્સના બોલર સિજોમોન જોસેફના બોલ પર સિક્સર ફટકારી. અમ્પાયરે તેને નો-બોલ જાહેર કર્યો, તેથી તેણે બીજો બોલ નાખવો પડ્યો. સેમસને ફ્રી હિટ પર પણ સિક્સર ફટકારી હતી. આમ એક બોલ પર 13 રન બન્યાં હતા.
30 વર્ષીય સંજુએ કોચી બ્લુ ટાઇગર્સ માટે 46 બોલમાં 89 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 4 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. સંજુની વિસ્ફોટક ઇનિંગના આધારે કોચી બ્લુ ટાઇગર્સે 20 ઓવરમાં 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
કોચી બ્લુ ટાઇગર્સની ઇનિંગની પાંચમી ઓવર સિજોમોન જોસેફ ફેંકવા આવ્યો. સંજુએ તેની ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારી. અમ્પાયરે આ બોલને નો બોલ જાહેર કર્યો. આમ, આ બોલથી 7 રન બન્યા. જ્યારે જોસેફે ફરીથી બોલિંગ કરી, ત્યારે સેમસને મિડ-ઓન પર બીજી સિક્સર ફટકારી. આ રીતે, પાંચમી ઓવરના ચોથા બોલ પર 13 રન બન્યા હતા.