27, ઓગ્સ્ટ 2025
વડોદરા |
2772 |
શ્રીજીની ૨ ફૂટ સુઘીની પ્રતિમાઓના વિસર્જન કરી શકાશે
ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે નવલખી , હરણી, માંજલપુર સહિત વિવિધ વિસ્તારોમાં ૧૦ જેટલા કૃત્રીમ તળાવો બનાવવાનું આયોજન કર્યું છે. ત્યારે ગોત્રી મેડિકલ કોલેજ પાસે ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડ ખાતે પણ નાની શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાઉન્સિલર નિતીન દોંગા દ્વારા કૃત્રીમ તળાવ બનાવવામાં આવ્યું છે.જેમાં ૨ ફૂટ સુધીની પ્રતિમાઓનુ વિસર્જન કરી શકાશે. ઓપરેશન સિંદૂરની થીમ સાથે બનાવેલા આ કૃત્રિમ તળાવમાં ૧ લાખ લિટર પાણી ભરવાની શરૂઆત કરવામાં આવી છે. આ કૃત્રીમ તળાવ ૩૦ ફૂટ બાય ૨૦ ફૂટનું અને ૬ ફૂટ ઉંડુ બનાવવામાં આવ્યું છે. જેમાં ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થઈ શકશે.ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે ગણેશોત્સવના ૧૦ દિવસ દરમિયાન ૧૦૦૦૦ જેટલી પ્રતિમાઓનું વિસર્જન આ તળાવ ખાતે કરવામાં આવ્યું હતુ.