30, ઓગ્સ્ટ 2025
ગાંધીનગર |
3267 |
રસ્તાઓ નદીમાં ફેરવાયા, 40 તાલુકામાં વરસાદ
સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે.ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંમાત્ર બે કલાકમાં 6.69 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ભારે વરસાદના કારણે હાલોલના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે વહેલી સવાર થી મેધરાજાએ જોરદાર બેટીંગ શરૃ કરી છે. ત્યારે સવારના સમયે 2 કલાક દરમિયાન 40 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં થયો છે, જ્યાં બે કલાકમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, સુરતના કામરેજમાં 1.18 ઈંચ, વલસાડના ઉમરગામમાં 1.14 ઈંચ, ખેડાના મહુવામાં 0.83 ઈંચ અને નડિયાદમાં 0.71 ઈંચવરસાદથયોછે.
ભારે વરસાદના કારણે હાલોલમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે.