વડોદરામાં સવારથી જ ધોધમાર વરસાદ, કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા
30, ઓગ્સ્ટ 2025 વડોદરા   |   2871   |  

ભાદરવો ભરપૂર, દોઢ ઈંચ જેટલો વરસાદ થયો

વડોદરા શહેરમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ છુટોછવાયો ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. શ્રાવણ મહિના દરમિયાન મેધરાજાએ લગભગ વિરામ પાળ્યાં બાદ ભાદરવો ભરપૂરની ઉક્તી સાકાર કરતો હોય તેમ આજે સવારથી જ મેધરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. સવારના 11 વાગ્યા સુધી વડોદરામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોંવાનું જાણવા મળે છે.

છુટાછવાયા હળવાથી ભારે વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત સામાન્ય જનજીવનને પણ અસર થઈ હતી. શહેર ઉપરાંત જિલ્લામાં પણ મોયાભાગના તાલુકાઓમાં વરસાદે હાજરી નોંધાવી છે. છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો થતાં ઠંડક થવાથી લોકોએ રાહત અનુભવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution