30, ઓગ્સ્ટ 2025
ટોક્યો |
2970 |
PM ઈશિબા સાથે કોચમાં મુસાફરી કરી, ટ્રેનિંગ લઈ રહેલાં ભારતીય ડ્રાઇવરોને મળ્યા
આ જ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનાર છે
જાપાન મુલાકાતના બીજા દિવસે વડાપ્રધા મોદી બુલેટ ટ્રેનના એડવાન્સ E10 કોચને જોવા માટે મિયાગી પ્રાંતના સેન્ડાઈ પહોંચ્યા. જાપાનના પીએમ શિગેરુ ઇશિબા પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા. બંને નેતાઓએ ટ્રેન કોચમાં પણ મુસાફરી કરી હતી. આ દરમિયાન જાપાનના પીએમ ભારતના લોકો પાઇલટ્સને પણ મળ્યા. જેમને જાપાનના ઈસ્ટર્ન રેલવે ટ્રેનિંગ આપી રહ્યું છે. તેઓ જ ભારતમાં બુલેટ ટ્રેનો ચલાવશે.
આ ટ્રેન 2030 સુધીમાં તૈયાર થઈ જશે. તેની સર્વાધિક ગતિ 400 કિમીકલાક હશે. જાપાન અને ભારત સાથે મળીને આ અદ્યતન બુલેટ ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
ભારતમાં, આ ટ્રેનો મુંબઈ અને અમદાવાદ વચ્ચે બની રહેલા હાઇ-સ્પીડ રેલ કોરિડોર પર ચલાવવામાં આવશે. શુક્રવારે વડાપ્રઘાન મોદીએ 15મા ભારત-જાપાન સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બંને દેશો વચ્ચે 150 કરારો પર હસ્તાક્ષર થયા હતા. જાપાની પીએમએ આગામી 10 વર્ષમાં ભારતમાં 6 લાખ કરોડ રૂપિયાના રોકાણની વાત કરી હતી.
જાપાન પછી મોદી બે દિવસની મુલાકાતે ચીન જશે. તેઓ રવિવારે એસસીઓ સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત, મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે.