30, ઓગ્સ્ટ 2025
જમ્મુ |
2574 |
અનેક ઘર કાટમાળમાં ફેરવાયા, પ્રભાવિત લોકો માટે અસ્થાયી રાહત કેમ્પ શરૃ
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આભ ફાટ્યાની સ્થિતિ સર્જાતા અચાનક આવેલા ભયાનક પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઇ ગયા હતા. આ ધટના અંગે મળતી વિગતો મુજબ આ દુર્ઘટનામાં 3 લોકોના મોતની પુષ્ટી થઇ હતી. જોકે રેસ્ક્યૂની કામગીરી શરૂ કરાતાં કુલ 7 મૃતદેહો મળી આવ્યા હતા. હજુ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. અનેક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે.
તંત્રનું કહેવું છે કે અનેક મકાનો અચાનક આવેલા પુરમાં ધ્વસ્ત ગયા હતા. સ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અનેક રસ્તાઓ પણ ધોવાઈ જતાં લોકોને અવર-જવરમાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે રામબનના રાજગઢ વિસ્તારમાં આભ ફાટ્યાની ઘટના બની હતી.
રેસ્ક્યૂ ટીમ દ્વારા પણ કાટમાળમાં દટાઈ ગયેલા અને નદી અને માટીના વહેણમાં ફસાઈ ગયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરની સ્થિતી થી પ્રભાવિત લોકો માટે અસ્થાયી રાહત કેમ્પ શરૃ કરવામાં આવ્યા છે.