પટણા-ગયા હાઈવે પર ટ્રક અને કારની ટક્કરમાં 5 વેપારીઓના મોત
04, સપ્ટેમ્બર 2025 પટણા   |   2970   |  

તમામ જંતુનાશક દવા અને કૃષિ ઉત્પાદનના વેપારીઓ

 બિહારમાં બુધવારે રાત્રે પોણા એક વાગ્યાના સુમારે પટના-ગયા-ડોભી ફોર લેન હાઈવે પર સુઇયા વળાંક પાસે થયેલા ભીષણ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ વેપારીઓનો સમાવેશ થાય છ.

આ તમામ જંતુનાશકો અને કૃષિ ઉત્પાદનના વેપારીઓ છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક તેજ ગતિએ આવતી ગ્રાન્ડ વિટારા કાર પાછળથી આગળ વધી રહેલી ટ્રકમાં પાછળના ભાગે ઘૂસી ગઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગ્રાન્ડ વિટારાના ફૂચડા ઉડી ગયાં હતા. જોરદાર અવાજ સાંભળીને નજીકના વિસ્તારના લોકો ત્યાં પહોંચી ગયા હતા. અને અકસ્માત અંગે પોલીસને જાણ કરી.

માહિતી મળતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ માર્ગ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કરને કારણે ફોર વ્હીલર ટ્રકમાં ફસાઈ ગઈ હતી. કટર અને ક્રેનની મદદથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા. ગોઝારા અકસ્માતમાં રાજેશ કુમાર, સંજય કુમાર સિંહા, કમલ કિશોર, પ્રકાશ ચૌરસિયા અને સુનીલ કુમારનો સમાવેશ થાય છે.

પટણા-ગયા-ડોભી ફોર લેન હાઇવે પર થયેલા ગોઝારા અકસ્માત બાદ પાંચેય વેપારીઓનો મૃતદેહ કારમાં ફસાઈ ગયા. મૃતદેહોને કટરથી કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution