02, સપ્ટેમ્બર 2025
વડોદરા |
4554 |
ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી
વડોદરા શહેરના જૂની ગઢી પાસે જૂની ભદ્ર કચેરી કે જ્યાં હાલ ડીસીબી પોલીસ સ્ટેશન પણ કાર્યરત છે. તેની દીવાલ ધરાશાયી થઈ હતી. આજે વહેલી સવારે બનેલી આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી છે.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે વડોદરામાં જૂની ગઢી પાસે આવેલ ભદ્ર કચેરી કે જ્યાં હાલ ડીસીબી પોલીસ સ્ટેશન કાર્યરત છે. તેની દીવાલ ધરાશાયી થઈ હતી. જેના કારણે ત્યાં ઉભેલી મહિલા ચંપાબેન દેવીપુજક દીવાલ નીચે દટાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક રીક્ષાને પણ નુકસાન થયું હતુ. સમગ્ર ટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસક્યુ કામગીરી હાથ ધરી હતી. જોકે, આ ધટનામાં મહિલાનું મોત નિપજ્યું હતુ. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.