12, જુલાઈ 2025
લંડન |
2376 |
ફાઇનલમાં હવે સિનર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ વચ્ચે ટક્કર
વિમ્બલ્ડન ટેનિસ ગ્રાન્ડ સ્લેમ 2025 ની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં હવે યાનિક સિનર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ રવિવારે સેન્ટર કોર્ટ પર ટાઇટલ ટક્કર માટે ટકરાશે. બંને ખેલાડીઓએ સેમિફાઇનલ મેચમાં પોતાના વિરોધીઓને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવાર, 13 જુલાઈના રોજ આ ફાઇનલ ટેનિસના સૌથી રોમાંચક યુગની શરૂઆત કરશે, જ્યાં જોકોવિચ, નડાલ અને ફેડરરના યુગ પછી, અલ્કારાઝ અને સિનર જેવા સ્ટાર્સ હવે ટેનિસ પર પ્રભુત્વ મેળવશે.
ઇટાલીના 23 વર્ષીય જેનિક સિનરે સેમિફાઇનલમાં મહાન ખેલાડીઓમાંના એક નોવાક જોકોવિચને 6-3, 6-3, 6-4 થી સીધા સેટમાં હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અત્યાર સુધી 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર જોકોવિચ સેન્ટર કોર્ટ પર પ્રમાણમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. વિમ્બલ્ડન ફાઇનલમાં આ સિનરનો પહેલો પ્રવેશ છે અને આ સાથે તે આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ઇટાલિયન પુરુષ ખેલાડી બન્યો છે.
બીજી સેમિફાઇનલમાં, સ્પેનના કાર્લોસ અલ્કારાઝે અમેરિકાના ટેલર ફ્રિટ્ઝને 6-4, 5-7, 6-3, 7-6(6) થી હરાવીને સતત ત્રીજી વખત વિમ્બલ્ડન ફાઇનલમાં પ્રવેશ કર્યો. 22 વર્ષીય અલ્કારાઝ હવે તેના કારકિર્દીના છઠ્ઠા ગ્રાન્ડ સ્લેમ અને સતત ત્રીજા વિમ્બલ્ડન ટાઇટલ જીતવાથી માત્ર એક જીત દૂર છે.