બેંગલુરુ દુર્ઘટનામાં તંત્ર, પોલીસ કે પછી કર્ણાટક ક્રિકેટ સંઘમાંથી કોણે દાખવી બેદરકારી ?
06, જુન 2025 48708 |
શમાં એક એવી દુર્ઘટના બની કે જેને સમગ્ર દેશને હચમચી નાખ્યું. 17 વર્ષ સુધીની લાંબી રાહ જોયા બાદ જયારે 18મા વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલોર(RCB)ને IPLમાં જીત મળી ત્યારે ઠેરઠેર જશ્નનો માહોલ જમાયો પરંતુ આ ખુશી ઝાઝી ટકી નહિ અને આ ખુશીનો માહોલ ત્યારે; માતમમાં ફેરવાઈ ગયો જયારે એવા સમાચાર સામે આવ્યા કે બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર IPL 2025ની ચેમ્પિયન ટીમ RCBની વિક્ટ્રી પરેડ દરમિયાન નાસભાગ સર્જાતા 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે અહીં આ દુર્ઘટનામાં જવાબદાર કોણ ? સરકાર, પોલીસ કે કર્ણાટક ક્રિકેટ સંઘ? તે મુખ્ય સવાલ ઉઠ્યો.
જોકે, સ.મુ, 18 વર્ષના લાંબા સમય બાદ મળેલી જીતને સેલિબ્રેટ કરવા હોમ સ્ટેટમાં કર્ણાટક ક્રિકેટ બોર્ડ એસોસિએશને ચેમ્પિયન્સ ટીમની વિક્ટ્રી પરેડ યોજી હતી. હવે અહીં એ પ્રશ્ન થાય છે કે, વિજય પરેડ યોજવાની મંજૂરી કોણે આપી હતી? વિજય પરેડને નજરે જોવા માટે લોકોનો જુવાળ ઉમટી પડ્યો, અને સ્ટેડિયમની બહાર 3 લાખ જેટલી માંનવ મેદની કિડીયારાની જેમ ઉમટી પડી હતી. અને જોત જોતામાં આ ભીડ એ હદની બેકાબૂ બની ગઈ કે, તંત્રના ભોગે આ ભાગ દોડમાં 10 થી વધારે લોકોનો જીવ ગયો. જોકે, આ ભયાનક દુર્ઘટનાના મુદે હવે કર્ણાટક હાઈકોર્ટે સ્વયં જ આ ઘટનાની નોંધ લઈને એક્શન લીધો છે.