22, જુલાઈ 2025
વડોદરા |
2574 |
સખી મંડળના સહયોગ થી આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે
વડોદરા કોર્પોરેશન દ્વારા ભારત કેર્સ, એસએમસીના સહયોગ થી એરોબિક બાયો- કમ્પોસ્ટિંગ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં પરિશ્રમ સેલ્ફ હેલ્પ ગૃપની સખી મંડળની બહેનો દ્વારા આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે દરરોજ સોસાયટીમાંથી ઉત્પન્ન થતો ભીનો કચરો, શાકભાજી, ફળો, ફૂલો વગેરે એકત્ર કરીને ખાસ ડિઝાઈન કરેલે ડ્રમમાં મિક્સ કર્યા બાદ તેને એક થી બે અઠવાડીયા સુધી ડીકમ્પોઝ થવા માટે મુકવામાં આવે છે. આ ડીકમ્પોઝની પ્રક્રિયા બાદ તેમાંથી ઉત્તમ ગુણવત્તાવાળું ખાતર રહીશોને ગાર્ડનીંગ માટે આપવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનામાં એટલે મે થી જુલાઈ દરમિયાન સખી મંડળોના પ્રયાસો દ્વારા 4800 કિલોગ્રામ ભીનો કચરો લેન્ડફીલ સાઈટ પર જતો અટકાવાયો હતો.
આ કામગીરી થી કાર્બન ઉત્સર્જન ધટાડવા જમીનની ફળદ્રુપતા વધારવા અને પર્યાવરણને શુદ્ધ રાખવામાં યોગદાન મળે છે. તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતુ. આ પ્રોડેક્ટ વોર્ડ નં-૧૭માં આવેલ ગ્રીન પાર્ક સોસાયટી ખાતે ચાલી રહ્યો છે.