ઈન્દોર કપલ કેસમાં પોલીસ સોનમ રઘુવંશી સુધી કેવી રીતે પહોંચી? આ રહસ્ય શું છે?
10, જુન 2025 28908 |
લગ્ન એક એવું બંધન છે કે જેમાં પતિ પત્ની સાત જન્મો સુધી સાથે જીવવા મરવાની કસમો ખાતા હોય છે, પરંતુ આજકલનો જમાનો એવો થઇ ગયો છે કે જ્યાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓને પોતાનું પાર્ટનર એક જન્મમાં પણ સહન નથી થતો. આ વાત પાછળનું કારણ છે ઇન્દોરના રાજા રઘુવંશીનો મામલો. મેઘાલયના ચકચારી રાજા રઘુવંશીનો કેસ સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. કારણકે, સ.મુ, આ કેસમાં જ્યાં એક તરફ રાજાનો શબ મળી આવ્યો ત્યાં જ બીજી તરફ લોકો જેને નિર્દોષ માનીને શોધી રહ્યા હતા તે રાજાની પત્ની સોનમ જ પોતાના પતિના આ સમગ્ર કાવતરાની મુખ્ય સૂત્રધાર નીકળી હોવાના પણ આરોપ થઇ રહ્યા છે.
લગ્નના એક મહિનામાં જ પતિ રાજા રધુવંશીની હત્યામાં સોનમ ચારે બાજુથી ઘેરાઇ ગઇ છે. મેઘાલય પોલીસે યૂપી ગાઝીપુરથી પોતાની સાથે સોનમને બિહાર અને પછી ગુવાહાટી શિલોંગ લઇ જવામાં આવી રહી છે. ખ.મુ, શિલોંગ પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે કે, સોનમની ભૂમિકા આ હત્યાકાંડમાં સૌથી વધારે છે. પોલીસનું કહેવુ છે કે સોનમે પોતાના પ્રેમી રાજ કુશવાહા સાથે મળીને પોતાના પતિ રાજા રઘુવંશીનો જીવ લેવાનું ષડયંત્ર કર્યુ હતું.આ યોજનાકરીને આખો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. 4 કોન્ટ્રાક્ટ કિલર્સને શિલોંગ બોલાવ્યા હતા. પોલીસે આ 4 લોકોની ધરપકડ કરી લીધી છે, તેમની પુછપરછથી અનેક રહસ્યો પરથી પરદા ઉઠશે.