29, જુલાઈ 2025
વડોદરા |
4059 |
અમદાવાદમાં પ્લેનક્રેશ થતાં ૨૬૦ જણના મોત થયા હતા
સુરતમાં એરપોર્ટ પાસે મકાન ખરીદીને લોકો પસ્તાઈ રહ્યા હોવાનું સપાટી પર આવ્યું છે,શહેરમાં મકાન ખરીદતા પહેલાં સામાન્ય રીતે લોકો શું ચેક કરે? NA, NOC, BU પરમિશન વગેરે. આટલી ખાત્રી થઈ જાય એટલે કોઈપણ વ્યક્તિ નિશ્ચિંત થઈને દસ્તાવેજ કરાવી લે. જો તમે પણ આવા જ ત્રણેક ડોક્યુમેન્ટની ખરાઈ કરીને સંતોષ માની લેતા હોવ તો સાવધાન થઈ જજો. સુરતમાં કેટલાક લોકોએ લાખો રૂપિયાના ફ્લેટ ખરીદતા પહેલાં આવું જ કર્યું હતું પણ હવે તેમના આલિશાન મકાન તોડી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે.સુરતમાં બનેલા એપાર્ટમેન્ટ અંગે ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે,જેને ખરીદ્યા પાસ મકાનમાલિકોને પસ્તાઈ રહ્યા છે. કારણ કે આ એપાર્ટમેન્ટ બનાવતા પહેલાં NOC મેળવવા માટે કાગળ પણ ગજબનો ખેલ થયો છે.અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં 260ના મોત અને 68 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનો આઘાત હજુ આપણે ભૂલ્યા નથી. અમદાવાદમાં બનેલી ઘટનામાં હોસ્ટેલ ઘણી દૂર હતી છતાં આટલી જાનહાનિ થઈ હતી. પરંતુ સુરત એરપોર્ટની આસપાસના મકાનો અને ઇમારતો હટાવવાની પણ કાર્યવાહી થઇ રહી હોવાનું જાણવા મળે છે.