ટ્રમ્પના ટેરિફ બોમ્બ ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં, 61 શેરમાં લૉઅર સર્કિટ
31, જુલાઈ 2025 મુંબઈ   |   2376   |  

બીએસઈની ટોચની કંપનીઓના શેર તૂટ્યાં , સ્મોલ અને મિડકેપ્સમાં પણ મોટો ઘટાડો

એમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાની પેનલ્ટીની જાહેરાત કરી હતી, જેની અસર આજે ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે. નિફ્ટી 200 થી વધુ પોઈન્ટના ઘટાડા પછી ખુલ્યો, જ્યારે સેન્સેક્સમાં 750 થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો હતો.

સવારના સમયે બીએસઈ સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 81,006.65 પર અને નિફ્ટી 160 પોઈન્ટ ઘટીને 24688 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીએસઈની ટોચની 30 કંપનીઓમાંથી, 26 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં ટાટા મોટર્સ, આરઆઈએલ, એમ એન્ડ એમ અને ભારતી એરટેલ જેવી કંપનીઓના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો. તે જ સમયે, 4 કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો, જેમાં સૌથી મોટો ઉછાળો ઝોમેટોમાં હતો.

શરૂઆતના વેપાર દરમિયાન BSE સ્મોલકેપ 400 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. નિફ્ટી સ્મોલકેપમાં 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. બીએસઈ મિડકેપમાં ૩૦૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો. બીએસઈના 3085 ટ્રેડેડ શેરમાંથી આજે 887 શેરમાં વધારો જોવા મળ્યો, જ્યારે 2033 શેરમાં ઘટાડો જોવા મળ્યો. 165 શેરમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું. 61 શેરમાં અપર સર્કિટ અને 61 શેરમાં લૉર સર્કિટ હતી. આ ઉપરાંત 51 શેર ૫૨ સપ્તાહના નીચલા સ્તરે ગયા. જ્યારે 36 શેર ૫૨ સપ્તાહના ઉચ્ચ સ્તરે હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution