31, જુલાઈ 2025
કેવડીયા |
4059 |
નર્મદા ડેમની જળ સપાટી 130.73, પાણીની આવક 377127, જાવક 36374
મધ્ય પ્રદેશ સહિત ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી વધતાં આજે સવારે નર્મદા ડેમના 5 દરવાજા 2 મીટર ખોલી 50 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યુ છે. નર્મદા ડેમની જળ સપાટી 130.73, પાણીની આવક 377127, જાવક 36374 છે.
પાણીની આવક વધતા રિવરબેડ પાવર હાઉસ 5 યુનિટ ચાલુ કરવામાં આવ્યાં છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ એક યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે. હાલ નર્મદા ડેમમાં લાઇવ સ્ટોરેજ જથ્થો 33.55.35 સાથે નર્મદા ડેમની જળસપાટીમાં બે કલાકમાં 33 સેન્ટીમીટર લનો વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી વધતા ગુજરાત માટે સારા સમાચાર છે. જ્યારે રિવરબેડ પાવર હાઉસ મારફતે 36 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે