સોફ્ટ પોર્ન એપ્સ સામે સરકારની મોટી કાર્યવાહી
25, જુલાઈ 2025 નવી દિલ્હી   |   5544   |  

ULLU, ALTT સહિત અનેક પ્લેટફોર્મ પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારે ULLU, ALTT, Desiflix Big Shots અને આવી અન્ય સોફ્ટ પોર્ન એપ્લિકેશન્સ પર મોટો પ્રતિબંધ લાદ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) દ્વારા લેવાયેલી આ કાર્યવાહી, સોફ્ટ પોર્ન એપ્સ સામે અત્યાર સુધીની સૌથી મોટી કવાયત માનવામાં આવી રહી છે. સરકારે આ નિર્ણય અંગે ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને પણ ખાસ સૂચનાઓ જારી કરી છે. વધુમાં, આવી 25 અન્ય વેબસાઇટ્સને ઓળખવાનું પણ કહેવામાં આવ્યું છે.

પ્રતિબંધનો આધાર અને કાનૂની જોગવાઈઓ

માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) એ આ અંગે એક સૂચના જારી કરીને જણાવ્યું છે કે માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 અને માહિતી ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021 હેઠળ, મધ્યસ્થી (ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓ) ગેરકાયદેસર માહિતીની ઍક્સેસને દૂર કરવા અથવા અક્ષમ કરવા માટે જવાબદાર છે.

આ સૂચનામાં જણાવાયું છે કે આ પગલું લૈંગિક રીતે સ્પષ્ટ (sexually explicit) અને ભારતીય કાનૂની તેમજ સાંસ્કૃતિક ધોરણોનું ઉલ્લંઘન કરતી સામગ્રીના પ્રસારને રોકવા માટે લેવામાં આવ્યંભ છે.

પ્રતિબંધિત એપ્લિકેશન્સની યાદી

• બિગ શોટ્સ એપ

• બૂમએક્સ

• નવરાસા લાઇટ

• ગુલાબ એપ

• કંગન એપ

• બુલ એપ

• જલવા એપ

• વાહ એન્ટરટેઈનમેન્ટ

• લૂક એન્ટરટેઈનમેન્ટ

• હિટપ્રાઈમ

• ફેનીઓ

• શોએક્સ

• સોલ ટોકીઝ

• અડ્ડા ટીવી

• હોટએક્સ વીઆઈપી

• હલચલ એપ

• મૂડએક્સ

• નિયોનએક્સ વીઆઈપી

• ફુગી

• મોઝફ્લિક્સ

• ટ્રાઇફ્લિક્સ

આ એપ્લિકેશનો વિવિધ કાયદાઓનું ઉલ્લંઘન કરતી જોવા મળી છે, જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 ની કલમ 67 અને 67A, ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 294 અને મહિલાઓના અભદ્ર પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) અધિનિયમ, 1986 ની કલમ 4 નો સમાવેશ થાય છે. સરકારે ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને ભારતમાં આ વેબસાઇટ્સની જાહેર ઍક્સેસને અક્ષમ કરવા અથવા દૂર કરવા માટે સ્પષ્ટપણે સૂચના આપી છે. આ પગલું ડિજિટલ પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રીના પ્રસારને રોકવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution