26, જુલાઈ 2025
વડોદરા |
3168 |
કાંસમાં ડ્રેનેજના પાણી બંધ કરીને ઝાંડી- ઝાંખરા અને સફાઈ કરવા માગ
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના મોટાભાગના વરસાદી કાંસમાં ડ્રેનેજના પાણી છોડવામાં આવતા હોવાની અનેક વખત રજૂઆત થઈ છે. ત્યારે હવે શહેરની મધ્યમાં આવેલા દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા લકડીપુલ કાંસમાં ડ્રેનેજના પાણી છોડવામાં આવતા આસપાસ રહેતા લોકો ગંદકી અને દુર્ગંધના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ગંદકી અને ડ્રેનેજના પાણીના કારણે ગંદકી અને ડ્રેનેજના પાણીના કારણે મચ્છરોના કારણે સાંજના સમયે લોકો ધરના બારી બારણાં પણ બંધ કરવા પડે છે. ત્યારે ડ્રેનેજના પાણી બંધ કરીને કાંસમાં ઉગી નિકળેલા ઝાડી- ઝાંખરા દૂર કરીને સફાઈ કરવાની માગ કરાઈ છે.
વોર્ડ-૧૩ના કોંગ્રેસના કાઉન્સિલરે આ અંગે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરતાં કહ્યું હતુ કે, શહેરની મધ્યમાં આવેલા દાંડિયાબજાર ખાતે આવેલા સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી આખા વડોદરા શહેરનું મોનિટરીંગ કરવામાં આવે છે. અહી ફાયર બ્રિગેડની મુખ્ય ઓફિસ પણ આવેલી છે. તેમજ તેની પાસેજ દાંડિયાબજાર ફાયર સ્ટેશન અને આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે. પરંતુ નજિકથીજ પસાર થતો લકડીપુલ વરસાદી કાંસમાં ડ્રેનેજના પાણી વહી રહ્યાં છે. ખુલ્લા વરસાદી કાંસમાં ડ્રેનેજના પાણી વહેતાં રહેણાંક વિસ્તારમાં આવી સ્થિતીના કારણે લોકો ગંદકી અને દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. કાંસમાં ઉગી નિકળેલા ઝાડી- ઝાંખરા અને ગંદકીના કારણે મચ્છરોના ઉપદ્રવ થી રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે. ત્યારે કાંસમાં છોડાઈ રહેલા ડ્રેનેજના પાણી બંધ કરીને કાંસમાં જંગલ કટીંગ કરાવીન સફાઈ કરવા રજૂઆત કરી હતી.