ટ્રમ્પ-મેલોની જેવા દિગ્ગજો પાછળ, સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં વડાપ્રધાન મોદી ટોચે
26, જુલાઈ 2025 નવી દિલ્હી   |   2574   |  

કેનેડાના માર્ક કાર્ની 56%, ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ 44%

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે ઉભરી આવ્યા છે. બિઝનેસ ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલા જુલાઈ 2025ના તાજેતરના સર્વે રિપોર્ટ અનુસાર પીએમ મોદીને 75% લોકોનું એપ્રૂવલ રેટિંગ મળ્યું છે. આ સર્વે 4 જુલાઈથી 10 જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં 20 થી વધુ દેશોના નેતાઓના રેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ભાજપના આઇટી સેલના વડા અમિત માલવિયાએ પોસ્ટમાં આ રિપોર્ટનો ડેટા શેર કર્યો છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, પીએમ મોદી પહેલા સ્થાને છે, જ્યારે દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુંગ બીજા સ્થાને છે, જેમનું એપ્રૂવલ રેટિંગ 59% છે.

ત્રીજા સ્થાને આર્જેન્ટિનાના પ્રમુખ જેવિયર મિલે છે, જેમને 57% લોકોનું સમર્થન છે. તેમના પછી કેનેડાના માર્ક કાર્ની (56%) અને ઓસ્ટ્રેલિયાના એન્થોની અલ્બાનીઝ (54%) છે. ત્યારબાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 44% લોકોનું સમર્થન મળ્યું હતું, પરંતુ 50% લોકો તેમની વિરુદ્ધ છે. જ્યારે સૌથી ઓછા લોકપ્રિય લોકશાહી નેતાઓમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલાનો સમાવેશ થાય છે, જેમને ફક્ત 18% લોકોનું સમર્થન મળ્યું છે,


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution