31, જુલાઈ 2025
વોશીંગટન |
2772 |
ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનો અથવા પેટ્રોકેમિકલ વેપારમાં રોકાયેલી 20 વૈશ્વિક સંસ્થાઓ પર પ્રતિબંધો
અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. બીજી તરફ રશિયા સાથે વેપાર કરવા બદલ દંડની જાહેરાત કરાઈ હતી, જ્યારે ઈરાન સાથે પેટ્રોલિયમ ઉત્પાદનોના વ્યવહાર પર ભારત સામે ફરી એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં આલ્કેમિકલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, ગ્લોબલ ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ લિમિટેડ, જ્યુપિટર ડાય કેમ પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. તેમ જાણવા મળે છે.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે બુધવારે ઈરાની પેટ્રોલિયમ, પેટ્રોલિયમ ઉત્પાદનો અથવા પેટ્રોકેમિકલ વેપારમાં રોકાયેલી 20 વૈશ્વિક સંસ્થાઓ પર પ્રતિબંધોની જાહેરાત કરતા કહ્યું કે, ઈરાની શાસન તેની અસ્થિર પ્રવૃત્તિઓને નાણાં આપવા માટે મિડલ ઈસ્ટમાં સંઘર્ષને ભડકાવવાનું ચાલુ રાખે છે. આજે અમેરિકા તેના રેવન્યુના પ્રવાહને રોકવા માટે કાર્યવાહી કરી રહ્યું છે જેનો ઉપયોગ શાસન વિદેશમાં આતંકવાદને સમર્થન આપવા તેમજ લોકો પર જુલમ કરવા માટે કરે છે.'
અમેરિકાએ ભારત, સંયુક્ત આરબ અમીરાત, તુર્કી અને ઈન્ડોનેશિયાની 20 કંપનીઓ પર ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વેચાણ અને ખરીદી માટે પ્રતિબંધ મૂક્યો છે.