31, જુલાઈ 2025
3861 |
2025માં 5-15 એમપીપીએ શ્રેણીમાં એસવીપીઆઈએ એસીઆઈ-એએસક્યૂ ગ્લોબલ રેન્કિંગમાં નંબર વન
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (એસવીપીઆઈએ) ને મુસાફરોના પ્રતિસાદના આધારે 2025 ના બીજા ક્વાર્ટર માટે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (એસીઆઈ) ના વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (એએસક્યૂ ) સર્વેમાં નંબર 1 સ્થાન આપવામાં આવ્યું છે.
Q1 અને Q2 2025 બંનેમાં એસવીપીઆઈએએ સંપૂર્ણ 5/5 સ્કોર મેળવ્યો છે અને 5-15 એમપીપીએ શ્રેણીમાં એરપોર્ટ વચ્ચે મુસાફરોની સંતોષ શ્રેણીમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે. એરપોર્ટે Q2 2025 માટે મુસાફરોના અનુભવમાં પણ નંબર 1 સ્થાન મેળવ્યું છે. જે એકંદરે મુસાફરોનો સંતોષ, રાહ જોવાનો સમય, એરપોર્ટ પર નેવિગેટ કરવામાં સરળતા, સ્ટાફ સૌજન્ય વગેરેમાં ઉત્કૃષ્ટતા દર્શાવે છે. મુસાફરોનો અનુભવ દર્શાવે છે કે તેમણે એરપોર્ટની સુવિધાઓને કેવી રીતે રેટ કરી છે.
SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરતા મુસાફરોમાં હાથ ધરવામાં આવેલા એસીઆઈ-એએસક્યૂ ડિપાર્ચર્સ સર્વેના આધારે, એરપોર્ટ સતત વૈશ્વિક સ્તરે અને એશિયા-પેસિફિકમાં ટોચના ક્વાર્ટાઇલમાં સ્થાન મેળવ્યું છે, જેમાં નીચેના પરિબળોને ધ્યાને લેવામાં આવ્યા હતા. ચેક-ઇન અને સુરક્ષા તપાસ દરમિયાન ટૂંકા રાહ જોવાનો સમય, એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓની સૌજન્ય અને મદદરૂપતા, ગેટ વિસ્તારોમાં બેઠક અને સ્વચ્છતાની ઉપલબ્ધતા, ટર્મિનલમાં વાતાવરણ અને આરોગ્ય અને સલામતી વગેરે.
આ સિદ્ધિ એપ્રિલ અને જૂન 2025 દરમિયાન હાથ ધરવામાં આવેલા સર્વેના પરિણામો તેમજ એસીઆઈની કડક બેન્ચમાર્કિંગ પદ્ધતિનું એસવીપીઆઈએદ્વારા પાલન પ્રતિબિંબિત કરે છે. એરપોર્ટનો ભાવનાત્મક સ્કોર પણ નોંધપાત્ર રીતે ઊંચો હતો. એસવીપીઆઈએનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ભારતીય એરપોર્ટને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને મુસાફર કેન્દ્રિત બનાવવાના અદાણી એરપોર્ટના વિઝન સાથે સુસંગત છે. એસવીપીઆઈએ સેવાની એકંદર ગુણવત્તા વધારવા માળખાગત સુવિધાઓ, ડિજિટલ સેવાઓ અને સ્ટાફ તાલીમમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.
એસીઆઈ દ્વારા આ માન્યતા એસવીપીઆઈએને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા એરપોર્ટ્સમાં સ્થાન આપે છે. વૈશ્વિક સ્તરે, તેની શ્રેણીમાં, વિશ્વ કક્ષાની સેવા પૂરી પાડવા અને એરપોર્ટ અનુભવમાં નવા બેન્ચમાર્ક છે.