01, ઓગ્સ્ટ 2025
સુરત |
5742 |
25 ટકા ટેરિફ લાગુ થશે તો સુરતના હીરા ઉધોગ માટે પડતા પર પાટુ સમાન સાબિત થશે
તાજેતરમાં જ 5 એપ્રિલથી 10 ટકા તરફી લાગુ કરાયો છે
અમેરિકા દ્વારા નવો ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે જે મુજબ ભારતમાં 25 ટકા ટેરિફ લગાડવામાં આવ્યો છે. જો કે હાલમાં 7 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. પરંતુ આ ટેરિફને લઈને સુરતનો હીરા ઉદ્યોગ ચિંતિત બન્યો છે. હીરા ઉદ્યોગ હાલમાં આમેય મંદીનો માર સહન કરી રહ્યું છે તો બીજી તરફ નવો ટેરિફ લાગુ થશે તો તેના માટે પડતા પર પાટુ સાબિત થશે. અમેરિકા દ્વારા પોલિશ્ડ હીરા પર ટેરિફ વધારવાના નિર્ણયથી સુરતના ડાયમંડ ઉદ્યોગ પર મોટી અસર થવાની શક્યતા છે. આ નિર્ણયને કારણે ડાયમંડ ઉદ્યોગ શોર્ટ ટર્મ માટે અટકી શકે છે.પહેલાં, 5 એપ્રિલ સુધી કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પર 0% ટેરિફ હતો. ત્યારબાદ 5 એપ્રિલથી 10% ટેરિફ લાગુ કરાયો હતો. હવે, 1 ઓગસ્ટથી આ ટેરિફ વધારીને 25% કરવામાં આવ્યો છે. ટેરિફમાં આ અચાનક વધારાથી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ પર મોટી અસર પડશે. એક તરફ, સુરતનો હીરા ઉદ્યોગ પહેલેથી જ મંદીનો સામનો કરી રહ્યો છે, ત્યારે અમેરિકાનો આ નિર્ણય 'પડ્યા પર પાટુ' જેવો સાબિત થયો છે.